ગુજરાતના વિવિધ અભ્યારણો અને તેના વિશે માહિતી (Sanctuaries of Gujarat)
ગિર સિંહનું અભયારણ્ય
- સ્થળ: જૂનાગઢ જિલ્લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી.
- વિસ્તાર: 1412 ચોરસ કિ. મી.
- વન્ય પ્રાણીસૃષ્ટિ: સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.
- સુવિધા: અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્તકાલય છે. વન્ય પ્રાણીને લગતી ફિલ્મો અને સ્લાઈડ શૉ ગોઠવવામાં આવે છે. શ્રેષ્ઠ સમય : જાન્યુઆરીથી મે મહિનો.
- રેલવે મથક: વેરાવળ-સાસણગીર.
બરડા: સિંહ અભયારણ્ય
- સ્થળ: જૂનાગઢ જિલ્લો. પોરબંદરથી લગભગ 14 કિ. મી. ના અંતરે છે.
- વિસ્તાર: 192 ચોરસ કિ. મી.
- વન્ય સૃષ્ટિ: જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર, નીલગાય, વાંદરા.
- શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી માર્ચ.
- રેલ્વે મથક: રાણાવાવ-પોરબંદર
સામુદ્રિક ઉદ્યાન /અભયારણ્ય
- સ્થળ: જામનગર જિલ્લો, કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં.
- વિસ્તાર: 163 ચોરસ કિ. મી. માં રાષ્ટ્રીય ઉદ્યાન, 458 ચોરસ કિ. મી.માં અભયારણ્ય.
- વન્ય પ્રાણીસૃષ્ટિ: વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા નામના જળચળ જીવ વસે છે. ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રયસ્થાન. વિવિધ જળપંખી જોવા મળે છે.
- સુવિધા: વનવિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે યાત્રિંક બોટ.
- શ્રેષ્ઠ સમય: ડિસેમ્બરથી મે મહિનો
- રેલવે મથક: જામનગર.
વેળાવદર: કાળિયાર અભયારણ્ય
- સ્થળ: ભાવનગર જિલ્લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્તે અમદાવાદ-ભાવનગરની વચ્ચે.
- વિસ્તાર: 18 ચોરસ કિ. મી.
- વન્ય પ્રાણીસૃષ્ટિ: કાળિયાર, વરુ.
- સુવિધા: ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
- શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી મે મહિનો.
- રેલવે મથક: ભાવનગર.
ઘુડખર અભયારણ્ય
- સ્થળ: સુરેન્દ્રનગર/કચ્છ જિલ્લો, સુરેન્દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્છના નાના રણમાં
- વિસ્તાર: 4953 ચોરસ કિ. મી.
- વન્ય પ્રાણીસૃષ્ટિ: જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
- સુવિધા: ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
- શ્રેષ્ઠ સમય: ફેબ્રુઆરીથી મે મહિનો.
- રેલવે મથક: હળવદ
નળસરોવર પક્ષી અભયારણ્ય
- સ્થળ: સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ-સુરેન્દ્રનગરના રસ્તે સાણંદ પાસે 35 કિ. મી.
- વિસ્તાર: 115 ચોરસ કિ. મી.
- વન્ય પ્રાણીસૃષ્ટિ: યાયાવર જળચર પક્ષીઓ જેવાં કે વિવિધ પ્રકારનાં બગલાંઓ, બતકો, સ્પુનબીલ, બાજ અને સ્થળાંતરી પક્ષીઓની અનેક જાતો.
- સુવિધા: પક્ષીનિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓ. બાયનોક્યુલર પણ ભાડે મળી શકે છે.
- શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી ફેબ્રુઆરી.
- રેલવે મથક: સાણંદ.
રતનમહાલ: રીંછ અભયારણ્ય
- સ્થળ: પંચમહાલ જિલ્લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
- વન્ય પ્રાણીસૃષ્ટિ: રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
- સુવિધા: પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
- શ્રેષ્ઠ સમય: ડિસેમ્બરથી માર્ચ.
- રેલવે મથક: બારિયા અને પીપલોદ
જેસોર: રીંછ અભયારણ્ય
- સ્થળ: બનાસકાંઠા જિલ્લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
- વિસ્તાર: 181 ચોરસ કિ. મી.
- વન્ય પ્રાણીસૃષ્ટિ: રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
- સુવિધા: અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.
ડુખમલ: રીંછ અભયારણ્ય
- સ્થળ: ભરૂચ જિલ્લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
- વિસ્તાર: 151 ચોરસ કિ. મી.
- વન્ય પ્રાણીસૃષ્ટિ: રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
- સુવિધા: ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
- શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી માર્ચ.
- રેલવે મથક: અંકલેશ્વર.
હિંગોલગઢ: પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
