ગુજરાતના તહેવારો વિષે જાણવા જેવું. (Things to know about Gujarat festivals)
- અક્ષય તૃતિયા (અખાત્રીજ):
- વૈશાખ સુદ ૩ વર્ષફળ અને ભૌગોલિક સમૃદ્ધિના એંધાણનો આ દિવસ ઊજવાય છે.
- બળેવ:
- શ્રાવણ સુદ ૧૫ નો આ દિવસ “શ્રાવણી“, “નાળિયેરી પૂનમ“, “બ્રહ્મસૂત્ર જનોઈ બદલવાના દિવસ તરીકે બળેવ શ્રાવણ વદ પ મીએ નાગદેવતાનું પૂજન થાય છે.
- શીતળા સાતમ:
- શ્રાવણ વદ ૭ શીતળામાતાની કૃપા મેળવવાનો આ દિવસ ગુજરાતી સ્ત્રીઓમાં મુખ્યત્વે ખાસ ઊજવાય છે.
- ગોકુલાષ્ટમી:
- શ્રાવણ વદ ૮ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઠેરઠેર મેળાઓના આયોજન સાથે ભારે ધૂમ ધામ થી ઉજવાય છે
- ગણેશચતુર્થી:
- ભાદરવા સુદ ૪ ગણપતિનું પૂજન થાય છે. મહારાષ્ટ્રમાં આ દિવસ ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે.હવે તો દરેક શહેરો માં આ દિવસ ખુબ ધામ ધૂમ થી ઉજવાય છે.
- સ્વાતંત્ર્ય દિન:
- સને ૧૯૪૭ના ઓગસ્ટની ૧૫ મીએ ભારતને આઝાદી મળી ત્યારથી આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઊજવાય છે.
- નવરાત્રિ:
- આસો સુદ ૧ થી ૯ સુધીના નવ દિવસનો આ ઉત્સવ દેવીપૂજાનું માહાત્મ્ય સૂચવે છે. રાસ – ગરબાનો ૧૧ અનેરો મહોત્સવ મનાય છે.
- રૈટિયાબારસ:
- ભાદરવા વદ ૧૨ ના રોજ મહાત્મા ગાંધીનો જન્મ સને ૧૮૬૯ માં થયેલો. તા. ૨ ઓકટોબર, પણ ગાંધીજીના જન્મદિવસ તરીકે ઊજવાય છે
- સરદાર જયંતિ:
- ૩૧ ઓકટોબર, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ તરીકે ઊજવાય છે
- શરદપૂર્ણિમા:
- આસો સુદ પૂનમની રાત્રે પૂર્ણ ચંદ્રના સાન્નિધ્યમાં રાસોત્સવ ઊજવાય છે. લોકો ચાંદનીમાં ઠારેલાં દૂધ - પૌંઆ જમે છે.
- ઉત્તરાયણ:
- તા. ૧૪ જાન્યુઆરી. આ દિવસથી સૂર્ય ધીરેધીરે ઉત્તર દિશામાં ખસતો લાગે છે. મકરવૃત્તમાં ગતિ સંક્રાન્ત થાય છે, તેથી મકરસંક્રાન્તિ કહેવાય છે. લોકો પતંગની મઝા માણે છે.
- બકરી ઈદ:
- તા. ૧૦ ઝીલહજ્જ. ખુદાના પ્રેમ માટે ત્યાગ અને બલિદાનના પ્રતિકરૂપે આ તહેવાર ઊજવાય છે.
- મહોરમ:
- તા. 10 મહોરમ મુલહરામ કરબલાના મેદાનમાં ઈમામહુસેન શહીદ થયેલા, તેની યાદમાં શોકનો આ દિવસ મનાવાય છે.
- ઈદેમિલાદ:
- તા. ૧૨ રબી ઉલ અવ્વલ, હજરત મહંમદ પયગંબરના જન્મ અને મૃત્યુનો આ દિવસ ઊજવાય છે.
- મહાશિવરાત્રી:
- મહાવદ ૧૩, શંકર ભગવાનના પ્રાગટ્યદિન તરીકે ઊજવાય છે.
- બાળદિન:
- “ચાચા નેફરુ' નો જન્મદિવસ ૧૪ નવેમ્બર “બાળદિન” તરીકે ઊજવાય છે.
- શિક્ષકદિન:
- ડો. રાધાકૃષ્ણન્ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમનો જન્મદિવસ પ સપ્ટેમ્બર શિક્ષકદિન“ તરીકે ઊજવાય છે.
- પ્રજાસત્તાક દિન:
- જાન્યુઆરી ૨૬, સ્વતંત્ર ભારતનું રાજ્યબંધારણ આ દિવસે ૧૯૫૦ના વર્ષથી અમલમાં આવ્યું ત્યારથી ઊજવાય છે.
- નાતાલ:
- તા. ૨૫ ડિસેમ્બરથી તા. ૧ જાન્યુઆરી. ખ્રિસ્તી ધર્મ સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મની ખુશાલીમાં સપ્તાહનો આ તહેવાર ઊજવાય છે.
- ગુડ ફ્રાઇડે:
- તે દિવસે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવેલા તેની સ્મૃતિમાં ઊજવાય છે.
- પારસી નવું વર્ષ (પતેતી):
- ખોરદાદ સાલ, પારસીઓ નવું વર્ષ ઊજવે છે. ફાગણ સુદ પૂનમ, ભકત પ્રહલાદને ખોળામાં લઈ હોળીકા બળી મરેલી, તેની સ્મૃતિમાં છાણાની હોળી કરી “હુતાશની*નો તહેવાર લોકો ઊજવે છે.
- ધૂળેટી:
- ફાગણ સુદ વદ ૧ના વસંતના રંગરાગના દિવસે લોકો રંગભરી પિચકારીઓ મારી ઊજવે છે.
- રામનવમી:
- ચૈત્ર સુદ ૯ ભગવાન શ્રીરામનો જન્મદિવસ.
- મહાવીર જયંતી:
- ચૈત્ર સુદ ૧૩, જૈન તાર્થકર મહાવીરસ્વામીનો જન્મદિન.
- ઝંડા દિન:
- ડિસેમ્બરની ૭ મી તારીખનો આ દિવસ આઝાદી પછીથી “ઝંડા દિન“ તરીકે ઊજવાય છે.
- શહિદ દિન:
- જાન્યુઆરી તા. ૩૦ ના રોજ મહાત્મા ગાંધીનું ખૂન થયેલું. દેશના સ્વાતંત્ર્ય માટે અને દેશમાં કોમી એખલાસ માટે મહાત્માજીએ કુરબાની આપી તેથી આ દિવસ “શહીદ દિન” તરીકે ઊજવાય છે.
- માનવહકપત્ર દિન:
- 24 ઓકટોબર, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ દિન “માનવ અધિકાર દિન“ તરીકે મનાવાય છે.
- વિજ્યાદશમી:
- આસો સુદી ૧૦ દશેરાના દિવસે રામે રાવણ પર વિજય મેળવેલો તેની યાદમાં તે દિવસે શસ્ત્ર અને સમીપૂજન કરીએ છીએ.
- ધનતેરશ:
- આસો વદી ૧૩ નો દિવસ, દિવાળીના તહેવારોનો પહેલો દિવસ, લોકો આ દિવસે ધનપૂજા કરે છે.
- કાળી ચૌદશ:
- આસો વદી ૧૪, દિવાળીનો આગલો દિવસ, આ દિવસે “સાધકો“ અંધારી રાત્રિમાં પ્રેતભૂત વગેરે અમાનુષી તત્વોને સાધે છે.
- દિવાળી:
- આસો વદી અમાસનો આ દિવસ દીવાઓના પર્વ તરીકે ઊજવાય છે. “શારદા પૂજન“ દિવાળીની રાત્રિએ ઊજવાય છે. દીપમાળાઓ પ્રગટાવાય છે. હિદુઓનો આ મહત્વનો તહેવાર છે.
- બેસતું વર્ષ:
- કારતક સુદ ૧ (પડવો) વિક્રમ સંવતના પ્રથમ દિવસે લોકો અન્યોન્યને “નૂતન વર્ષાભિનંદન પાઠવે છે.
- ભાઈબીજ:
- કારતક સુદ બીજ ભાઈ બહેનના ઘરે જમવા જાય અને બહેનને આશીર્વાદ- શુભેચ્છાઓ આપે છે.
